મહારાષ્ટ્ર: મરાઠાઓને મળશે 16% અનામત, સરકારે વિધાનસભામાં બિલ રજુ કર્યું
મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને આર્થિક રીતે પછાત શ્રેણી હેઠળ મરાઠા સમુદાય માટે 16 ટકા અનામતનો પ્રસ્તાવ રજુ કર્યો. નોંધનીય છે કે આ રિપોર્ટમાં આયોગની મુખ્ય ભલામણો અને તેના પર સરકાર દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની જાણકારી પણ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ 1 ડિસેમ્બરના રોજ મરાઠા અનામતને લાગુ કરવાના સંકેત આપ્યા હતાં. આવામાં શિવસેના અને ભાજપે વ્હિપ જારી કરીને સભ્યોને સદનમાં હાજર રહેવા જણાવ્યું હતું.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને આર્થિક રીતે પછાત શ્રેણી હેઠળ મરાઠા સમુદાય માટે 16 ટકા અનામતનો પ્રસ્તાવ રજુ કર્યો. નોંધનીય છે કે આ રિપોર્ટમાં આયોગની મુખ્ય ભલામણો અને તેના પર સરકાર દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની જાણકારી પણ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ 1 ડિસેમ્બરના રોજ મરાઠા અનામતને લાગુ કરવાના સંકેત આપ્યા હતાં. આવામાં શિવસેના અને ભાજપે વ્હિપ જારી કરીને સભ્યોને સદનમાં હાજર રહેવા જણાવ્યું હતું.
બિલ મુજબ રાજ્ય સરકાર રાજ્યની 31 ટકા મરાઠા વસ્તીને 16 ટકા અનામત આપવા જઈ રહી છે. એસબીસીસીએ મરાઠા સમુદાયને સામાજિક અને આર્થિક રીતે પછાત ગણાવી છે. મુખ્યમંત્રીએ પહેલી ડિસેમ્બરના રોજ અનામત લાગુ કરવાના સંકેત આપ્યા હતાં. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી ચંદ્રકાન્ત પાટિલે બુધવારે કહ્યું હતું કે મરાઠા અનામત માટેની જોગવાઈવાળા બિલને પાસ કરાવવા માટે જો જરૂર પડી તો મહારાષ્ટ્ર વિધાનસભાના સત્રને લંબાવાઈ શકાય છે.
નોંધનીય છે કે મરાઠા કોટા પર રાજ્ય પછાત વર્ગ આયોગ (એસબીસીસી)ના રિપોર્ટને સદનમાં રજુ કરવાની માંગણીને લઈને મંગળવારે ખુબ હોબાળો થયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષી દળો પર મરાઠા કોટા પર ઝડપથી કાર્યવાહીમાં વિધ્નો નાખવાનો આરોપ લગાવ્યો હતો.
આ મુદ્દે મહેસૂલ મંત્રી ચંદ્રકાન્ત પાટિલની અધ્યક્ષતાવાળી રાજ્ય મંત્રીમંડળની ઉપસમિતિની બેઠક બુધવારે સાંજે થઈ. પાટિલે બુધવારે વિધાનસભા પરિષદમાં કહ્યું હતું કે બિલને પાસ કરાવવા માટે જરૂર પડ્યે રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રની મુદ્દત લંબાવાઈ શકે છે. વર્તમાન કાર્યક્રમ મુજબ 19 નવેમ્બરના રોજ મુંબઈમાં શરૂ થયેલુ શિયાળુ સત્ર 30 નવેમ્બરના રોજ પૂરું થશે.
મહારાષ્ટ્રમાં હાલ અનામતની સ્થિતિ
અનુસૂચિત જનજાતિ- 7 ટકા
અનુસૂચિત જાતિ- 13 ટકા
ઓબીસી- 19 ટકા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે